પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત થશે. . આ મહિના દરમિયાન દેશના 24 શહેરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાશે.
આ સંમેલન ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સંમેલનની વિગતો આપતાં, પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે કોવિડ રોગચાળાને કારણે કારણે ટૂંકા વિરામ બાદ, આ ઉત્સવ નવા સ્વરૂપમાં પાછો ફરી રહ્યો છે. આ વર્ષના સંમેલનમાં દરેક કેન્દ્ર પર બે કાર્યક્રમો યોજાશે. એક ભારતીય શાસ્ત્રીય સંગીતને સમર્પિત હશે અને બીજો લોક સંગીતને.
Site Admin | નવેમ્બર 2, 2025 1:15 પી એમ(PM)
આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત.