આજથી રાજ્યમાં સિંહની વસ્તિ ગણતરી શરૂ થશે. આજથી 13 મે દરમિયાન ચાલનારી સિંહની વસ્તી ગણતરી અલગ અલગ બે તબકકામાં થશે. દર પાંચ વર્ષે થતી સિંહની વસ્તી ગણતરીમાં આ વર્ષે 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહોની વસ્તી ગણતરી થશે. સિંહોના ભાવી રહેઠાણ, ખોરાક સહિતની બાબતોના આયોજન માટે આ વસ્તી ગણતરી યોજાય છે. વર્ષ 2015માં 523 સિંહોનું અસ્તિત્વ હતું. કુલ 35 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરી થશે તેમ વન વિભાગના ઉચ્ચ અધઇકારી ડો. એ.પી. સિંહે કહ્યું હતું.
Site Admin | મે 10, 2025 9:07 એ એમ (AM)
આજથી 13મી મે સુધી રાજ્યમાં સિંહની વસ્તિ ગણતરી શરૂ થશે
