ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)

printer

આજથી સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઇને માહિતી એકત્રિત કરશે

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત આજથી ચોથી ડિસેમ્બર સુધી બેથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે માહિતી એકત્રિત કરશે.માહિતી એકત્રિત કર્યા બદા આગામી વર્ષની સાતમી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનુ સમય પત્રક જાહેર કર્યું છે.આજથી એક માસ એટલેકે ચોથી ડિસેમ્બર સુધી બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. આ કામગીરી બાદ નવમી ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં નવમી ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી 2026 સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે.31 જાન્યુઆરી 2026 સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. જ્યારે સાતમી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. પહેલી જાન્યુઆરી 2002ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. 2002-2004માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે.
નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવકોની મદદ લેવાશે. એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.