સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 21 બેઠકો મળશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય અને અન્ય કાર્યો હાથ ધરવા આવશે છે. સત્ર દરમિયાન, સત્તર વિધેયક પર ચર્ચા અને પસાર થવાની શક્યતા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સત્રની શરૂઆત પહેલાં મીડિયાકર્મીઓને માહિતી આપશે.દરમિયાન ગઈકાલે, સરકારે સંસદના બંને ગૃહોની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાના અધ્યક્ષ સ્થાને સર્વપક્ષીય બેઠક યોજી હતી.
Site Admin | જુલાઇ 21, 2025 9:03 એ એમ (AM)
આજથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રમાં 21 બેઠકો મળશે
