ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 9:57 એ એમ (AM)

printer

આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાશે

રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને 767 કરોડ રૂપિયાના એક લાખ 29 હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ થશે.કેન્દ્ર સરકારે વર્ષ 2024-25ની રવિ મોસમ દરમિયાન ચણા માટે 5 હજાર 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડા પાક માટે 5 હજાર 950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ