વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં આજથી બે દિવસ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલના છબનપુરથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહભાગી થશે.રાજ્યમાં 261 સ્થળોએ જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવશે. મહોત્સવમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના 5 લાખથી વધુ લાભાર્થીઓને 600 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાશે. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં આશરે 3 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ મહોત્સવ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોના સ્થળોએ 2800 જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરાશે.
Site Admin | ઓક્ટોબર 14, 2025 9:46 એ એમ (AM)
આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પંચમહાલના છબનપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે
