ડિસેમ્બર 1, 2025 9:09 એ એમ (AM)

printer

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ

આજથી નાગાલેન્ડના કોહિમા ખાતે હેરીટેજ ગામ કિસામાના ખાતે, હોર્નબિલ ફેસ્ટિવલની 26મી આવૃત્તિ શરૂ થશે. નાગાલેન્ડના રાજ્ય સ્થાપના દિવસ સાથે 10 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ ફરી એકવાર તમામ મુખ્ય નાગા જાતિઓને એક છત નીચે એકત્રિત કરશે, જે લોકવાયકા, સંગીત, હસ્તકલા અને ભોજન દ્વારા રાજ્યની જીવંત પરંપરાઓનું પ્રદર્શન કરશે. પ્રવાસન પહેલ તરીકે શરૂ થયેલો કાર્યક્રમ બે દાયકાથી વધુ સમયથી વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક ઉત્સવોમાંનો એક બની ગયો છે. હોર્નબિલ ફેસ્ટિવલ આજે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભો છે જે ભારત અને વિદેશમાંથી મુલાકાતીઓ, સહયોગીઓ અને કલાકારોને આકર્ષે છે.