આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સાથે મળીને આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું ઉડ્ડયન બજાર છે અને હાલમાં સ્થાનિક ક્ષેત્રમાં ત્રીજા નંબરનું સૌથી મોટું બજાર છે. છેલ્લાં દાયકામાં, ભારતમાં વિમાનોની સંખ્યા 400 થી વધીને 800 થઈ છે અને વિમાનમથકની સંખ્યા 74 થી વધીને 157 થઈ છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 9:40 એ એમ (AM)
આજથી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નાગરિક ઉડ્ડયન પર બીજી એશિયા-પ્રશાંત મંત્રી સ્તરીય પરિષદનો પ્રારંભ થશે.
