આજથી ત્રણ દિવસ માટે ૧૬મા નાણાપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે છે.. સ્વર્ણિમ સંકુલ વનમાં નાણાપંચના અધિકારીઓ પહોંચ્યા હતા…૧૬ મુ નાણાપંચની કેન્દ્રીય ટીમ આજે મુખ્યમંત્રી સાથે તેમણે બેઠક કરી હતી.. આ બેઠક બાદ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરશે .
આ ઉપરાંત સાંજે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ ને પણ 16મા નાણાપંચના સભ્યો મળશે રાજ્ય સરકારની અને ગુજરાતની રજૂઆતો ને ધ્યાનમાં લઈને વિવિધ યોજનાઓ માટે નાણાની ફાળવણી અંગેનો આ પંચ દ્વારા નિર્ણય લેવાશે. આ નાણાપંચ દેશભરમાં વિવિધ રાજ્યોની મુલાકાતે લે છે અને વસ્તી અને રજૂઆતો ને આધારે વિવિધ યોજનાઓમાં નાણાંની ફાળવણી કરે છે
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:10 પી એમ(PM)
આજથી ત્રણ દિવસ માટે ૧૬મા નાણાપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે છે
