ગોવાના પણજીમાં આજથી દેશના 56-મા આંતર-રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે. 81 દેશની 240 ફિલ્મના આ ભવ્ય ફિલ્મી ઉત્સવનું આયોજન 28 નવેમ્બર સુધી ચાલશે. આ વર્ષનો ફિલ્મ મહોત્સવ પોતાની પરંપરાગત પ્રતિષ્ઠાને આગળ લઈ જતા અનેક વિશેષ આયોજનનું સાક્ષી બનશે. દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતું ગોવા હવે ભારતના ભવ્ય 56-મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે સંપૂર્ણપણે તૈયાર છે. “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવના સાથે પણજીના દરેક ખૂણામાં આ ઉત્સવનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળે છે. વૈશ્વિક સિનેમાની આ ભવ્ય ઉજવણી સિનેમા-રસિકો અને પ્રેક્ષકોને તેની તેજસ્વીતા દર્શાવવા તૈયાર છે. એક તરફ કળા એકાદમી દર્શકોનું સ્વાગત કરી રહી છે. બીજી તરફ, સિનેમાગૃહો આજે ફિલ્મોનું પ્રદર્શન શરૂ કરવા ઉત્સાહિત છે. મડગાંવના રવિન્દ્ર ભવન ખાતે સૌથી પહેલા દર્શકો સમક્ષ ફિલ્મ “ધ બ્લૂ ટ્રાયલ” રજૂ કરાશે. આ મહોત્સવ પોતાની પ્રતિષ્ઠિત પરંપરાને આગળ વધારતા પહેલાંથી જ ભવ્ય સ્વરૂપમાં પ્રસ્તુત થઈ રહ્યો છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:45 એ એમ (AM)
આજથી ગોવામાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 81 દેશોની 240 ફિલ્મો દર્શાવાશે