ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત અન્ય 12 રાજયોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરાશે. આ અંતર્ગત BLO ની તાલીમ આજથી શરૂ થશે.ગુજરાત રાજ્ય સહિત છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.શ્રી કુમારે જણાવ્યું હતું કે, SIR ના બીજા તબક્કામાં 51 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે.ગણતરી ફોર્મ છાપવાનું અને બૂથ લેવલ અધિકારી-BLO ની તાલીમ આજથી શરૂ થશે. ગણતરી પ્રક્રિયા 4 નવેમ્બરથી એક મહિના માટે શરૂ થશે, ડ્રાફ્ટ યાદીઓ 9 ડિસેમ્બરે અને અંતિમ મતદાર યાદીઓ 7 ફેબ્રુઆરીએ પ્રકાશિત કરાશે.
Site Admin | ઓક્ટોબર 28, 2025 9:30 એ એમ (AM)
આજથી ગુજરાત સહિત 12 રાજયોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા ઝુંબેશ અમલમાં