ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 4, 2025 9:39 એ એમ (AM)

printer

આજથી ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સઘન મતદાર સુધારણા ઝુંબેશ

ચૂંટણી પંચ આજે તેના સ્પેશિયલઇન્ટેન્સિવ રિવિઝન-SIR કવાયતનો બીજોતબક્કો શરૂ કરશે.આ તબક્કામા ગુજરાત સહિત નવ રાજ્યો અનેત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુનનિરીક્ષણ શરૂ થશે, જેમાં આશરે 51 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. અંતિમમતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રકાશિત થશે. બૂથ લેવલઓફિસર્સ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર, સુધી ઘરે ઘરે જઈને ગણતરી કરશે. કામચલાઉ મતદાર યાદી 9 ડિસેમ્બર,ના રોજ પ્રકાશિત થશે. નાગરિકો 8 જાન્યુઆરી,2026 સુધી સુધારા માટે દાવા કરી શકે છે. સુધારામાટે પાત્રતા માટેની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2022 છે. કમિશને પુષ્ટિ આપી છે કે બૂથ રેશનલાઇઝેશન પણ લાગુ કરવામાંઆવશે, જેમાં પરિવારના સભ્યો એક જ સ્થળે મતદાન કરે તેસુનિશ્ચિત કરવા માટે પ્રતિ બૂથ 1,200 મતદારોનો લક્ષ્યાંક છે. મહિલાઓ,વૃદ્ધો અને અપંગ નાગરિકોને સુવિધા આપવા માટે NCCજેવા સ્વયંસેવક જૂથોને સામેલ કરવામાં આવશે. આ તબક્કામાંઆંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થશે.ચૂંટણી પંચના જણાવ્યાઅનુસાર, SIRનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ લાયક નાગરિક યાદીમાંથી બહાર ન રહે, જ્યારેગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સહિત અયોગ્ય નામો દૂર કરવામાં આવે