સપ્ટેમ્બર 17, 2025 8:59 એ એમ (AM)

printer

આજથી ગુજરાતના રાજકોટમાં બીજી ઓક્ટબર ગાંધી જયંતી સુધી યોજાનારા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થશે

આજથી ગુજરાતના રાજકોટમાં બીજી ઓક્ટબર ગાંધી જયંતી સુધી યોજાનારા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન”નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થવા જઇ રહ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે કાર્યક્રમ યોજાશે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે. આ પ્રસંગે ગુજરાતમા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહા-રક્તદાન શિબિર યોજાવા જઈ રહી છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે.