આજથી કમર્શિયલ LPG સિલિન્ડર 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં, 19 કિલોગ્રામ LPG સિલિન્ડર હવે એક હજાર પાંચસો એંસી રૂપિયામાં મળશે. તેલ કંપનીઓએ જણાવ્યું હતું કે 14 કિલો 200 ગ્રામ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નિષ્ણાતોના મતે, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્શિયલ ગ્રાહકોને રાહત મળશે અને રેસ્ટોરન્ટ, હોટલ અને અન્ય કમર્શિયલ સંસ્થાઓને સીધો ફાયદો થશે. આ ઘટાડો વૈશ્વિક તેલના ભાવ અને અન્ય બજાર પરિબળોના આધારે નિયમિત માસિક સુધારા હેઠળ કરવામાં આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2025 8:34 એ એમ (AM)
આજથી કમર્શિયલ LPG સિલિન્ડર 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો