ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 4, 2024 6:22 પી એમ(PM)

printer

આગ્રા નજીક એરફોર્સ એમઆઈજી-29 ફાઇટર પ્લેન ક્રેશ થયું

આગ્રા નજીક એરફોર્સ એમઆઈજી-29 ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જોકે પાઇલટ સલામત હોવાના અહેવાલ મળ્યાં છે.એરફોર્સ એમઆઈજી -29 ફાઇટર વિમાને પંજાબના આદમપુરથી ઉડાન ભરી હતી અને અભ્યાસ માટે આગ્રા જઇ રહ્યું હતુ. જોકે આગ્રા નજીક તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું..અકસ્માત પહેલા, વિમાનના પાઇલટ સહિત બે લોકો સલામત રીતે કૂદી જતાં તેમનો જીવ બચી ગયો હતો.. વિમાન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈહતી. અકસ્માત અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ અપાયો છે..