ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે.

આગામી 8 અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યની સાત મહાનગરપાલિકામાં મિલેટ મહોત્સવ યોજાશે.
રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. આ સાથે સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને જામનગરમાં પણ મિલેટ મહોત્સવ યોજાશે.
અમદાવાદ ખાતે યોજાનાર મિલેટ મહોત્સવમાં મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન – વેચાણ માટે 100 સ્ટોલ ઊભા કરાશે. ઉફરાંત મિલેટ પાક અંગે પરિસંવાદો યોજાશે. લોકો તથા ખેડૂતોને મિલેટ્સની વિશેષતા અંગે માર્ગદર્શન અપાશે.
અમદાવાદ ખાતો યોજાનાર મિલેટ મહોત્સવના આયોજન અંગે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મહોત્સવની તૈયારીઓ અને આયોજન અંગે ચર્ચા કરાઈ હતી.