ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 22, 2025 7:33 પી એમ(PM)

printer

આગામી 7 દિવસ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં આગામી સાત દિવસ વિવિધ વિસ્તારમાં હળવા અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન માછીમારોને દરિયાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

દરમિયાન દેવભૂમિદ્વારકાના દરિયામાં તોફાનના પગલે સાવચેતીના ભાગરૂપે તટરક્ષક દ્વારા દરિયામાં રહેલા માછીમારોને સાવચેત કરાયા છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રોકલી, ઠોલ, ખાખરા સહિતના ગામોમાં વાવાઝોડાના કારણે વૃક્ષો અને મકાનોને નુકસાન થયું છે. હાલમાં મળતા અહેવાલ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.