આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડો. એ.કે.દાસે જણાવ્યુ કે આવતીકાલથી પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે.
આ સમયગાળા દરમિયાન, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
Site Admin | ઓગસ્ટ 15, 2025 7:09 પી એમ(PM)
આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી-આજે ઉત્તર ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદ