રેલવેમાં આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે 78 ટકા નોન-એસી બેઠકો અને 70 ટકા નોન-એસી કોચ સાથે, મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. શ્રી વૈષ્ણવે ઉમેયું મંજૂર કરાયેલ 100 અમૃત ભારત ટ્રેનમાંથી, 14 ટ્રેનો કાર્યરત છે. તેમણે જણાવ્યુ માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ છે.
Site Admin | જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM)
આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે- રેલવે મંત્રીનો લોકસભામાં જવાબ
