જાન્યુઆરી 5, 2026 9:35 એ એમ (AM)

printer

આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટે તેવી શક્યતા

રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠડું શહેર બન્યું છે. આ ઉપરાંત રાજકોટમાં 9, કંડલા હવાઈ મથક ખાતે 10, ભુજ અને ડીસામાં 11 કેશોદમાં 12 ડિગ્રી સેલ્સિયસ જ્યારે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની યાદી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.