ભારતીય હવામાન વિભાગએ આગામી 4-5 દિવસ સુધી દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ જણાવ્યું હતું કે છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.જ્યારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, કર્ણાટક, કેરળ અને માહે, કોંકણ અને ગોવામાં આવતીકાલે ભારે વરસાદ ચાલુ રહેશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા અને વિદર્ભમાં પણ આગામી પાંચ દિવસ સુધી આવી જ હવામાન સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો સુધી દિલ્હી-NCRના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની લાલ રંગની ચેતવણી પણ જારી કરી છે.
Site Admin | ઓગસ્ટ 27, 2025 8:57 એ એમ (AM)
આગામી 4-5 દિવસ સુધી દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની આગાહી
