આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે. દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 7:10 પી એમ(PM)
આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
