રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે.આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જો કે હજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.આજે દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો છવાયો વરસાદ જોવા થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે.
Site Admin | નવેમ્બર 3, 2025 10:08 એ એમ (AM)
આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટે તેવી આગાહી