આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ ગરમીમાં વધારો થશે. આગામી સાત દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્શિયસ સુધી રહી શકે છે, જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.રાજ્યમાં ગઇકાલે રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો.
Site Admin | એપ્રિલ 27, 2025 7:05 પી એમ(PM)
આગામી 24 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી
