ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2025 8:08 પી એમ(PM)

printer

આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી

ભારે વરસાદને કારણે રાજ્યના 91 જળાશય હાઇએલર્ટ પર છે. કરજણ નદીમાં 13 ક્યુસેક પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના રાજપીપલા સહિત 6 ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ બંધના 10 દરવાજા તથા વેણુ-2 બંધના 4 દરવાજા ખોલાયા છે, આથી કાંઠાના ગામોને જિલ્લા તંત્ર દ્વારા સાવચેત રહેવા અને નદીના પટ્ટમાં ન જવા સુચના અપાઈ છે. મોરબીનો ઘોડાધ્રોઈ બંધ સંપૂર્ણ ભરાતા એક દરવાજો એક હજાર 197 ક્યુસેક પાણી છોડાયું છે.
બીજી તરફ વલસાડના ધરમપુરમાં નદીના વહેણમાં યુવાન બાઈક સાથે તણાયો હતો. હજુ તેની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના નિંબારપાડા ગામના બે યુવક કોઝવે પાર કરવા જતા એક યુવક તણાયો હતો. જોકે તેના મિત્રની મદદથી તેનો જીવ બચી ગયો હતો. સાબરમતી નદીમાં પાણી વધુ આવક થતાં સાબરકાંઠાના હિંમતનગર-દેરોલ બ્રીજ બંધ કરાયો છે. પાટણમાં વરસી રહેલા વરસાદને પગલે શહેરના રેલવે ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.