આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યુ હતું કે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
રાજયમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 52 જળાશય હાઇએલર્ટ પર છે. આજે 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 7:48 પી એમ(PM)
આગામી 24 કલાક ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – આજે 68 તાલુકામાં સામાન્ય વરસાદ