આગામી 17 સપ્ટેમ્બરે શરૂ થનારા દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી અંગે ગાંધીનગરમાં આજે બેઠક યોજાઈ. તેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આરોગ્ય, મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આગામી બીજી ઑક્ટોબર સુધી આ અભિયાન ચાલશે. તે અંતર્ગત રાજ્યની સાત હજાર 700થી વધુ જગ્યાએ આરોગ્ય શિબિર યોજાશે.
આ શિબિર દરમિયાન ગર્ભાશયના મુખના કર્કરોગ અને સ્તનના કર્કરોગની તપાસ, અંગદાન અને રક્તદાન અંગે લોકોને જાગૃત કરાશે. તેમજ સાર્વત્રિક રસીકરણ જેવા કાર્યક્રમ હાથ ધરાશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2025 3:27 પી એમ(PM)
આગામી 17 સપ્ટેમ્બરે શરૂ થનારા દેશવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનની પૂર્વ તૈયારી અંગે ગાંધીનગરમાં આજે બેઠક યોજાઈ.
