હવામાન ખાતાએ આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જોકે, વરસાદની આગાહી વચ્ચે પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
માછીમારોને 11 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:18 પી એમ(PM)
આગામી 16 તારીખ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી