આગામી 11 જાન્યુઆરીએ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. આ રિજનલ કોન્ફરન્સ અને તેને સંલગ્ન તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જેના અનુસંધાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે જશે.તેઓ કલેક્ટર કચેરી ખાતે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે તેમજ રીજનલ કોન્ફરન્સના આયોજન સંબંધિત બાબતો અંગે વિવિધ બેઠકો કરશે. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રેસ મીડિયાને સંબોધન કરશે. આ સંદર્ભે રાજકોટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:32 એ એમ (AM)
આગામી 11 જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓની નાયબ મુખ્યમંત્રી સમીક્ષા કરશે