ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથે આજે જણાવ્યું હતું કે, ભારતની મહત્વાકાંક્ષા આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેના યોગદાનને 10 ટકા સુધી વધારવાની છે તેમણે કહ્યું કે હાલમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતનું યોગદાન માત્ર 2 ટકા છે અને દેશ તેને વિસ્તારવા માંગે છે. ડૉ. સોમનાથ નવીદિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં “ઇન્ડિયન સ્પેસ ઓડિસી ઇન સર્ચ ઑફ ન્યુ ફ્રન્ટિયર્સ” પર સરદાર પટેલ મેમોરિયલ વ્યાખ્યાન 2024માં સંબોધન કરી રહ્યા હતા.
ISROના વડાએ અવકાશ ક્ષેત્રમાં રોકાયેલા વધુ હિતધારકો તરફથી સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અવકાશ ક્ષેત્રે સુધારા લાવવા માટે સરકારે અનેક પગલાં લીધા છે. તેમણે માહિતી આપી હતી કે સરકારે ભારતીય અવકાશ નીતિ 2023 રજૂ કરી છે તેમજ અવકાશ ક્ષેત્ર માટે FDIને ઉદાર બનાવ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં આક્ષેત્રમાં 200થી વધુ સ્ટાર્ટઅપ છે, જ્યારે 2014માં માત્ર એક જ સ્ટાર્ટઅપ હતું.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:55 પી એમ(PM)
આગામી 10 વર્ષમાં વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં તેનું યોગદાન 10% સુધી વધારવાની ભારતની મહત્વાકાંક્ષા: ISROના અધ્યક્ષ ડૉ.એસ. સોમનાથ
