રાજ્ય વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે નવીન ડેપો વર્કશોપનું લોકાર્પણ તથા આંકોલવાડી નવીન એસ.ટી.બસ સ્ટેશન અને કોડિનાર નવીન ડેપો વર્કશોપનું ઈ-લોકાર્પણ કર્યું છે.શ્રી સંઘવીએ જણાવ્યું કે, અમદાવાદથી સોમનાથને જોડતી અત્યાધુનિક વોલ્વો બસ આગામી ૧૦ દિવસમાં જ શરૂ કરવામાં આવશે. જેથી ભગવાન શ્રી સોમનાથના દર્શને આવતા લાખો યાત્રાળુઓને લાભ થશે. તેઓએ ઉમેર્યું કે, ગુજરાત એસટી દ્વારા ગત વર્ષે ૨૪ લાખ નાગરિકોને એસટીની સેવા ઉપલબ્ધ કરાવી છે. જે આ વર્ષે વધીને ૨૭ લાખ થઈ છે અને આવનારા વર્ષમાં તેને ૩૦ લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.તેઓએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિવભક્તો સોમનાથ ખાતે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે સરળતાથી પહોંચી શકે તે માટે રેલ કનેક્ટિવિટી વધારવામાં આવી છે, તો સોમનાથની આસપાસના દિવ અને કેશોદ ખાતે વિમાનની સેવાની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી છે.
Site Admin | માર્ચ 19, 2025 10:05 એ એમ (AM)
આગામી 10 દિવસમાં અમદાવાદથી સીધી સોમનાથને જોડતી અત્યાધુનિક સુવિધાસભર વોલ્વો બસ શરૂ કરવાની વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત.
