ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 6:43 પી એમ(PM) | હોકી ઈન્ડિયા

printer

આગામી હોકી ઈન્ડિયા લીગના જીવંત પ્રસારણ માટે પ્રસાર ભારતીએ આજે નવી દિલ્હીમાં હોકી ઈન્ડિયા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે

આગામી હોકી ઈન્ડિયા લીગના જીવંત પ્રસારણ માટે પ્રસાર ભારતીએ આજે નવી દિલ્હીમાં હોકી ઈન્ડિયા સાથે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ સાથે, દૂરદર્શન હોકી ઈન્ડિયા લીગ- 2024-25 માટે સત્તાવાર પ્રસારણ ભાગીદાર બની ગયું છે. આ લીગ ડિસેમ્બરની 28 તારીખથી ઓડિશાના રાઉરકેલા અને ઝારખંડના રાંચીમાં શરૂ થશે.
આ પ્રસંગે HIL ગવર્નિંગ કમિટીના સભ્ય ભોલા નાથ સિંહે જણાવ્યું હતું કે હોકી દેશની એકતા અને ગૌરવનું પ્રતીક પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, દૂરદર્શન સાથેની ભાગીદારી બાદ હોકી ઈન્ડિયા લીગની સિઝન અદભૂત રહેશે.. શ્રી સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભાગીદારીથી લોકોનું હોકી સાથેનું જોડાણ મજબૂત થશે. જ્યારે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે એમઓયુને હોકીના ઈતિહાસમાં એક મોટા સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રમત હોકી ગ્રામીણ ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ