આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. શરૂઆતના ત્રણ દિવસ વરસાદનું જોર ઓછું રહેશે. 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના છે.
જ્યારે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું છે.
Site Admin | જૂન 21, 2025 10:36 એ એમ (AM) | હવામાન
આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી
