જાન્યુઆરી 18, 2026 10:27 એ એમ (AM)

printer

આગામી સાત દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફુંકાવવાને કારણે આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહશે અને અમુક વિસ્તારમાં તાપમાન વધશે. નલિયામાં લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.