ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 10:59 એ એમ (AM)

printer

આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ બાદ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દરમિયાન ગઇકાલે નવસારી, ડાંગ સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો હતો.