રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વરસાદનું જોર ઘટતા મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર અત્યારે રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.હાલમાં ગુજરાત પર સક્રિય વિવિધ વરસાદી સિસ્ટમ્સની અસર નહિવત્ જોવા મળી રહી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.
Site Admin | જુલાઇ 18, 2025 9:31 એ એમ (AM)
આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત