આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છે કે, ઉત્તર–પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાશે, જેના કારણે આગામી દિવસોમાં લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
રાજ્યમાં ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે, સતત બીજા દિવસે કચ્છના નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ થયો છે.
રાજ્યના અનેક શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું, જેમાં કંડલા એરપોર્ટ – 14.6 ડિગ્રી, રાજકોટ – 14.5, વડોદરા – 14.4, ગાંધીનગર 15.5, અમદાવાદ –16.6, સુરતમાં – 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
Site Admin | નવેમ્બર 16, 2025 7:15 પી એમ(PM)
આગામી સાત દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા