ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 10, 2025 8:48 એ એમ (AM)

printer

આગામી સપ્તાહે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સપ્તાહે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી 6-7 દિવસમાં હિમાલયની તળેટી, પશ્ચિમ બંગાળ, આસામ, સિક્કિમ, બિહાર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે.