માર્ચ 5, 2025 10:13 એ એમ (AM)

printer

આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસની સાથે સાથે 25 જેટલા અન્ય કોર્ષમાં પણ પ્રવેશ મેળવી શકશે

આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં UG અને PGના વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્ષ સાથે 25 જેટલા બીજા કોર્ષ પણ કરી શકશે.ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યુઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ગઈકાલે કુલપતિની વિભાગના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને તેના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ B.A., B.COM, BSC સાથે 25 જેટલા કોર્સમાંથી કોઈ પણ અન્ય કોર્ષનો અભ્યાસ પણ કરી શકશે. આ તમામ કોર્ષ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં જ ચાલુ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને બંને કોર્સની પરીક્ષાઓ આપી શકે.આ કોર્સમાં સાયબર સિક્યુરિટી, એવીએશન, ફૂડ સર્વિસ, AI, હોસ્પિટલ મેનેજમેન્ટ, હેરિટેજ મેનેજમેન્ટ, મેરીટાઈમ મેનેજમેન્ટ, ન્યૂ એજ મીડિયા, પર્ફોર્મિંગ આર્ટસ, યોગ સાયન્સ,ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ફોરેન લેન્ગવેજ ટ્રાન્સલેશન અને એડિટિંગ સ્ટડીઝ રેગ્યુલેટરી અફેર્સ એન્ડ ડોક્યુમેન્ટેશન જેવા કોર્સિસનો સમાવેશ થાય છે. તેમ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ જણાવ્યું