ઓગસ્ટ 12, 2024 3:31 પી એમ(PM) | વિધાનસભા ચૂંટણી

printer

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે

આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચની ટીમ આજથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે જશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ અને પંચના અધિકારીઓ રાજ્યમાં વિવિધ બેઠકો કરશે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે ચૂંટણી પંચ આજે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. આ ઉપરાંત, ચૂંટણી પંચ અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય સચિવ,પોલીસ મહાનિર્દેશક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરશે.