સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ આગામી વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરી છે. નવા માળખા અનુસાર, પ્રારંભિક પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે જે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહેશે. દરમિયાન, મે મહિનામાં લેવાનારી બીજી વૈકલ્પિક પરિક્ષામાં એવા વિદ્યાર્થીઓ બેસી શકશે જેઓ તેમનું પરિણામ સુધારવા માંગે છે.
પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સુધારવા વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈ પણ ત્રણ વિષયની પરીક્ષા ફરી આપી શકશે. ફેબ્રુઆરીમાં લેવાનાર પરિક્ષાનું પરિણામ એપ્રિલ અને મે મહિનાની પરિક્ષાનું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવશે.
આ પહેલ નવી શિક્ષણ નીતિ, 2020નો ભાગ છે, જેમાં વિદ્યાર્થીઓને એક જ શૈક્ષણિક વર્ષમાં બીજી તક આપીને પરિક્ષા સંબંધિત તણાવ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે.
Site Admin | જૂન 26, 2025 9:29 એ એમ (AM)
આગામી વર્ષથી CBSEની ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે