ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 19, 2025 7:48 પી એમ(PM)

printer

આગામી માર્ચ સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે- મુખ્યમંત્રીની જાહેરાત

માર્ચ, 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થઈ જશે. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી. તેમણે ખેડૂતોને સંબોધતા કહ્યું કે, હાલ 98 ટકા કરતાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે છે.
કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલના હસ્તે 980 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ પણ કરાયું.