ડિસેમ્બર 18, 2025 9:38 એ એમ (AM)

printer

આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢના મેળાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

આગામી મહાશિવરાત્રિ પર્વ અંતર્ગત જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિ મેળાના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. બેઠકમાં સંતોની રવેડીનું જીવંત પ્રસારણ અને શાહી સ્નાન, સાધુ સંતોના દર્શનની વ્યવસ્થા ઉપરાંત સમગ્ર મેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, મફત પાર્કિંગ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય મેડિકલ સુવિધા સહિતની તમામ બાબતો પર બારીકાઈથી ચર્ચા કરવામાં આવી હતી.