રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ બાદ આજે મર્યાદિત તાલુકાઓમાં નહીંવત વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 14 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ 20 ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વાપી તાલુકામાં સાત ઇંચ અને પારડી તાલુકામં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
સરદાર સરોવર બંધ તેની કુલ સંગ્રહક્ષમતાનો 51 ટકા ભરાઈ ચૂક્યો છે. આજે બપોરની સ્થિતિએ 14 ડેમ હાઇ એલર્ટ પર અને 11 ડેમ એલર્ટ પર છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ માટેનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
Site Admin | જૂન 20, 2025 7:09 પી એમ(PM)
આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, ત્યારબાદ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી