સપ્ટેમ્બર 28, 2025 7:15 પી એમ(PM)

printer

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેને પગલે ગરબા રસિકો અને આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદ અને ભારે પવનની શક્યતાને જોતાં આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું.