હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ રાજ્યમાં તાપમાનમા 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત દરિયાઈ જિલ્લાઓમાં 8 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેશે.
આગામી 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને મોરબીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર ખાતે 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 3, 2025 8:01 પી એમ(PM)
આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી
