એપ્રિલ 23, 2025 7:52 એ એમ (AM)

printer

આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વિગતો આપતાં જણાવ્યું હતું કે દિવસ દરમિયાન રાજ્યનું હવામાન સૂંકૂ રહેશે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અમરેલી ખાતે મહતમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભુજ, કંડલા અને સુરેન્દ્રનગર ખાતે મહતમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.