આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, હાલ રાજ્યમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. આ અંગે હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ. કે. દાસે વધુ માહિતી આપી.
Site Admin | નવેમ્બર 22, 2025 11:02 એ એમ (AM)
આગામી બે દિવસમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે