પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, આવતીકાલથી શરૂ થઇ રહેલા વસ્તુ અને સેવા કર- GST બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસગાથા બદલાઈ જશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.
શ્રી મોદીએ કહ્યું, યુવાન, મધ્યમ વર્ગ, ખેડૂતો, મહિલાઓ અને ઉદ્યમીઓને બચત ઉત્સવથી લાભ થશે. દરેક રાજ્ય રાષ્ટ્રની વિકાસયાત્રામાં એક સમાન ભાગીદાર થશે. પ્રધાનમંત્રીએ GST ફેરફાર, બચત ઉત્સવ અને નવરાત્રિ અંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પણ પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું, તેમની સરકાર નાગરિક દેવો ભવઃ ના મંત્ર સાથે આગળ વધી રહી છે. તેમણે કહ્યું, ભારતમાં ઉત્પાદન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમીઓને સારી ગુણવત્તાની વસ્તુઓનું ઉત્પાદન કરવા આગ્રહ કર્યો.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM)
આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી