દેશનાં નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્રણ સભ્યોની પસંદગી સમિતિની બેઠક આજે મળશે. સમિતિમાં શ્રી મોદી ઉપરાંત, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી દ્વારા નોમિનેટ થનારા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ થાય છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ પણ બેઠકમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વયમર્યાદાને કારણે આવતી કાલે નિવૃત્ત થઈ રહ્યા છે.
ડિસેમ્બર 2023માં નવો કાયદો અમલમાં આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરની આ પ્રથમ નિયુક્તિ હશે. માર્ચ, 2024માં એસ એસ સંધુ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 17, 2025 2:08 પી એમ(PM) | ચૂંટણી કમિશનર
આગામી નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે બેઠક મળશે
